Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતની પેટા ચૂંટણીમાં કોરોના દર્દીઓ ટપાલથી પણ પોતાનો મત આપી શકશે

ગુજરાતની પેટા ચૂંટણીમાં કોરોના દર્દીઓ ટપાલથી પણ પોતાનો મત આપી શકશે

0
184
  • ગુજરાતની ચૂંટણીને લઇ ચૂંટણી પંચ દ્વારા અનોખી વ્યવસ્થા
  • વૃદ્ધ, દિવ્યાંગ ઉપરાંત કોરોના પીડિત દર્દીઓ ઘરે રહીને જ ટપાલથી મત આપી શકશે
  • ટપાલથી મતદાન કરવા મતદારે જરૂરી દસ્તાવેજો સાથે ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે

અમદાવાદ : રાજ્યમાં કોરોના કહેર ચાલી રહ્યો છે એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યની વિધાનસભાની 8 બેઠકોમાંની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવાઇ છે. એવામાં કોરોના કાળમાં ચૂંટણી યોજાતી હોવાના કારણે ચૂંટણી પંચ દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી (gujarat election 2020) યોજવા માટે ખાસ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. જેમાં આ વખતે વૃદ્ધ, દિવ્યાંગ ઉપરાંત કોરોના પીડિત દર્દીઓ ઘરે રહીને જ ટપાલથી પોતાનો મત આપી શકશે. આ માટે ટપાલથી મતદાન કરવા માટે મતદારે જરૂરી દસ્તાવેજો સાથે ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.

નોંધનીય છે કે કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા આ વખતે ચૂંટણી પંચે એવું નક્કી કર્યું છે કે, 80 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કે પછી દિવ્યાંગ હોય અથવા કોઇ કોરોના પોઝિટિવ વ્યક્તિ હોય તેઓ ટપાલથી પણ મતદાન કરી શકશે. જો કે એ માટે મતદારે ફોર્મ-12 ડીમાં જરૂરી વિગતો-દસ્તાવેજો સાથે ચૂંટણી પંચને અરજી કરવાની રહેશે. આ માટે ચૂંટણી (gujarat election 2020) નું જાહેરનામું બહાર પડે તેનાં પાંચ દિવસની અંદર જ અરજી કરવાની રહેશે. કોરોના પોઝિટિવ દર્દીએ આરોગ્ય અધિકારીનું પ્રમાણપત્ર પણ આપવું પડશે. આવી તમામ અરજીઓની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ ચૂંટણી અધિકારી દ્વારા મતદારને ટપાલ મતપત્ર આપવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, રેપીડ ટેસ્ટના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લે તેવી સ્થિતિ

વિધાનસભાની આઠ બેઠકો પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી (gujarat election 2020)

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવાનું ચૂંટણી કમિશ્નર તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ચૂંટણીના લીધે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા, જે કારણે ફરીથી આ ખાલી બેઠકો પર ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે.

ગુજરાતથી રાજ્યસભા ચૂંટણી (gujarat election 2020) ના કારણે કોંગ્રેસી ઉમેદવારો જે આઠ સીટ પર રાજીનામા મૂક્યા હતા, તેના પર આ ચૂંટણી યોજવામાં આવશે. અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા અને ધારીની બેઠકો આ પેટાચૂંટણીમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે કપરાડા બેઠકથી જીતુ ચૌધરી, ડાંગથી મંગલ ગાવિત, લીંબડીથી સોમા પટેલ, ગઢડાથી પ્રવીણ મારુ, ધારીથી જેવી કાકડિયા, મોરબીથી બ્રિજેશ મેરજા, કપરાડાથી અક્ષય પટેલ અને અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામા આપ્યા હતા, જેથી આ બેઠકો ખાલી પડી હતી, જેના પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે અને દસમી નવેમ્બરે પરિણામ આવશે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે Good News, આજથી ખુલશે કાંકરિયા લેક-ફ્રન્ટ પરંતુ…