Gujarat Exclusive > ગુજરાત > શિક્ષણમાંથી હાથ ખંખેરી રહેલી સરકારઃ સરકારી શાળાઓને તાળા અને ખાનગીને મંજૂરી

શિક્ષણમાંથી હાથ ખંખેરી રહેલી સરકારઃ સરકારી શાળાઓને તાળા અને ખાનગીને મંજૂરી

0
215
  • સરકારની પોતાની કબૂલાત છેલ્લા બે વર્ષમાં 123 પ્રાથમિક શાળા બંધ કરી
  • સરકારે છેલ્લા બે વર્ષમાં 1,157 નવી ખાનગી પ્રાથમિક સ્કૂલોને મંજૂરી આપી

અમદાવાદઃ રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રમાંથી (gujarat education)હાથ ખંખેરી રહી છે તેનો એક વધુ પુરાવો વિધાનસભાની કાર્યવાહીમાં મળ્યો હતો.

સરકારે પોતે જ વિપક્ષના પ્રશ્નના જવાબમાં કબૂલાત કરી હતી કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની કુલ 123 પ્રાથમિક શાળાને (gujarat education)બંધ કરવામાં આવી છે. તેની સામે રાજ્યમાં નવી 1,157 ખાનગી પ્રાથમિક સ્કૂલોને(gujarat education) મંજૂરી આપવામાં આવી છે.

ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો

વાત આટલે પૂરી થતી નથી. નવી ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવાની સાથે-સાથે 2,816 ખાનગી પ્રાથમિક શાળાઓમાં (gujarat education)વર્ગ વધારાની મંજૂરી પણ આપવામાં આવી છે. તેની સાથે-સાથે રાજ્યમાં નવી 569 ખાનગી શાળાઓમાં (gujarat education)વર્ગ વધારો કરી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદના માજી મેયર Gautam Shah કોરોના પોઝિટિવ થયા

આજે રાજ્યમાં શિક્ષણના અભાવનું કારણ જ રાજ્ય સરકારની શિક્ષણ નીતિ છે. તેના પગલે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ પછી માધ્યમિક શાળાઓ ન હોવાથી વિદ્યાર્થી ભણી શકતા જ નથી. તેની સાથે તેઓ ખાનગી શાળાઓની ફી તેમને પોષાય તેવી ન હોવાથી ત્યાં ભણવા જઈ શકતા જ નથી.

ગ્રામીણ વિસ્તારમાં ખાનગી શાળાઓ કેમ નથી

ગ્રામીણ વિસ્તારમાં ખાનગી શાળાઓ ખોલવાનું કોઈને પરવડતુ ન હોવાથી ત્યાં ફક્ત સરકારી કે ટ્રસ્ટોથી ચાલતી જ શાળાઓ છે. રાજ્ય સરકારનો શિક્ષણ પ્રત્યેનો આ અભિગમ નીચલા સ્તરના વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યો છે. તેની સાથે સમાજના એક મોટા હિસ્સાને તે પછાતપણા તરફ ધકેલી રહ્યો છે, કારણ કે તેમના માટે નીચલા સ્તરે આગળ વધવા માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ જ નથી આ સંજોગોમાં તે ઊંચા કેવી રીતે આવે.

આ પણ વાંચોઃ હકની લડાઇઃ રાજ્યની એકમાત્ર Tamil schoolના વિદ્યાર્થીઓએ LC સ્વીકાર્યા નહીં

ગુજરાત દેશમાં સાક્ષરતામાં છેક નવમાં ક્રમે

આજે ગુજરાત સાક્ષરતા દરમાં દેશમાં છેક નવમાં ક્રમે છે તેની પાછળનું કારણ સરકારની આ નીતિ છે. ખાનગીકરણના લીધે મોંઘી ફીઓ ગરીબોને પોષાતી નથી. તેના લીધે તેઓ પ્રતિભામાં જરા પણ પાછળ ન હોવા છતાં પણ નાણાકીય અભાવના લીધે આગળ ભણતા અટકી જાય છે. વાસ્તવમાં સરકાર પોતાના સમર્થકોને એક રીતે ખાનગી શાળાઓની લ્હાણી કરી રહી છે અને સરકારી શાળાઓને ખર્ચનું બ્હાનું અને ગેરહાજરીનું બ્હાનું બતાવીને તાળા મારી રહી છે.

આ સિવાય તેણે ઓછી સંખ્યા ધરાવતી સરકારી શાળાઓને એકબીજામાં મર્જ કરવાનું આયોજન પણ અમલી બનાવ્યું છે. આમ કરીને સરકાર હવે શિક્ષણ પાછળના ખર્ચમાં ઘટાડો કરવા માંગે છે અને શિક્ષણને પણ ખાનગી ક્ષેત્રને ભરોસે છોડી દેવા માંગે છે. આના પગલે આગામી દિવસોમાં સરકાર પોતે શિક્ષણ ક્ષેત્રમાંથી પોતાનું અસ્તિત્વ જ ભૂંસી નાખે અને સમગ્ર એજ્યુકેશન સેક્ટર ખાનગી ક્ષેત્રને હવાલે કરી દે તો કોઈને નવાઈ નહી લાગે.