Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા શરૂ

ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા શરૂ

0
206
  • વિદ્યાર્થીઓ માટે જુદા જુદા માધ્યમો દ્વારા અભ્યાસ કરાવાશે
  • શિક્ષણ બગડે નહીં તે માટે વિવિધ ચેનલોનો સહારો લેવાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ધ્યાનમાં રાખી ધોરણ 9થી 12ની વિદ્યાર્થી માટે વર્ચ્યુઅલ શાળા (Gujarat Virtual Shala) શરુ કરાઇ. જેમાં યુટ્યૂબ, ફેસબુક પેજ સહિતની ચેનલો મારફતે શિક્ષણ અપાશે.  આ એક પ્રકારનું ઓનલાઇન શિક્ષણ છે.

રાજયના શિક્ષણ વિભાગ ગુજરાત વર્ચ્યુઅલ શાળા ( GVS ) ધો.9થી 12ના લાઇવ લેશનનું પ્રસારણ જુદા જુદા માધ્યમો દ્વારા 1લી ડિસેમ્બરથી શરૂ કરશે. આ ચેનલો મારફતે કયા દિવસે કેટલાં વાગ્યે કયા ધોરણના વિદ્યાર્થીઓ જોઇ શકશે તેનો આખોય સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

યુ ટયુબ ચેનલ, ફેસબુક પેજ, જીઓ ટીવી પર હોમ લર્નિંગ ચેનલ ઉપરાંત દિક્ષા પોર્ટલ તેમ જ માઇક્રોસોફ્ટ ટીમ્સમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.

ધોરણ મુજબ વિષયોનું શિક્ષણ તબક્કાવાર Gujarat Virtual Shala news

ધો. 9 તથા 10ના વિદ્યાર્થીઓને સવારે 10થી 10/45 સુધી ગણિત, 11થી 11/45 સુધી વિજ્ઞાન જયારે ધો.12ના વિદ્યાર્થીઓને 12/15થી 1 વાગ્યા સુધી નામાના મૂળ તત્વો/ ભૈતિક વિગ્યાન તથા 1/15થી 2 વાગ્યા સુધી આંકડા શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર તથા વિગ્યાન વિષયનો અભ્યાસ કરાવાશે.

Gujarat Virtual school અંગે રાજયના શિક્ષણ વિભાગે  જાહેર કરેલા સમયપત્રક મુજબ ધો. 9 તથા 10ના વિદ્યાર્થીઓને બપોરે 2/15થી 3 વાગ્યા સુધી અંગ્રેજી વિષય ભણાવાશે. જયારે ધો.12ના વિદ્યાર્થીઓ માટે બપોરે 4થી 4/45 સુધી ગણિત અને જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરાવાશે.

ક્યા દિવસો ક્યા વિદ્યાર્થીઓને શિક્ષણનું ટાઇમ ટેબલ

આ સમયપત્રકમાં 1લીથી 15 ડિસેમ્બર સુધીમાં ધો.9ના વિદ્યાર્થીઓને કયા દિવસે કયા વિષયનું કયું પ્રકરણ ભણાવવા (Gujarat Virtual Shala)નું રહેશે તેની વિગતો દર્શાવી છે. આ પખવાડિયાના અભ્યાસ દરમિયાન બે વખત કસોટી લેવામાં આવશે.

બે વખત 4-4 દિવસે કસોટી Gujarat Virtual Shala news

કસોટી ચાર ચાર દિવસે લેવામાં આવશે. તે જ રીતે ધો.10ના વિદ્યાર્થીઓનો પણ કાર્યક્રમ જાહેર કરાયો છે. તો ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિગ્યાન પ્રવાહના કયા પ્રકરણનું શિક્ષણ (Gujarat Virtual Shala) આપવામાં આવશે તે પણ શાળાઓને મોકલવામાં આવ્યું છે. તેમાં પણ ઉપરોક્ત પ્રમાણે પખવાડિયામાં બે વખત કસોટી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા જ પામ્યું નથી. દરમિયાનમાં કેસોમાં ઘટાડો થતાં ગુજરાત સરકારે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે હેતુથી ગુજરાતની શાળાઓ 23 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી.

ત્યાં વળી પાછા કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થતાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પડતો મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ સરકાર તરફથી વર્ચ્યુઅલ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં કયા દિવસે કયા ધોરણના વિદ્યાર્થીને કયું પ્રકરણ ભણાવવાનું તેનું સમયપત્રક નક્કી કર્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9