Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: શાળાઓમાં ઉનાળું વેકેશન અંગે બોર્ડે છબરડો વાળ્યા બાદ કરી સ્પષ્ટતા

ગુજરાત: શાળાઓમાં ઉનાળું વેકેશન અંગે બોર્ડે છબરડો વાળ્યા બાદ કરી સ્પષ્ટતા

0
70

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગઇકાલે તા.28મી એપ્રિલના રોજ જારી કરેલા પરિપત્રમાં ઉનાળું વેકેશન સહિતની અન્ય સુચનાઓ જાહેર કરી હતી. જેમાં આચાર્ય, ક્લાર્ક અને સેવકો બાબતે સ્પષ્ટ ન હોવાથી અસંમજસભરી પરિસ્થિતિ ઊભી થઇ હતી. જેથી શિક્ષણ વિભાગે આજે ફરીવાર પરિપત્ર બહાર પાડીને આચાર્ય, ક્લાર્ક અને સેવકને વેકેશન મળવા પાત્ર ન હોવાથી તેમને શાળામાં હાજરી આપવા અંગેની સ્પષ્ટતા કરતો આદેશ કર્યો છે. આમ જે કર્મચારીઓને વેકેશન મળવા પાત્ર નથી તેમને સ્કૂલમાં હાજર રહેવા માટે જણાવાયું છે. Gujarat Summer vacation

વિભાગના પરિપત્ર બાદ સંચાલક મંડળ દ્વારા પણ પત્ર લખી વિવિધ કામગીરી માટે સ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ આવતા હોવાથી બિન શૈક્ષણિક કર્મચારીઓને 50 ટકાના રોટેશનમાં બોલાવવા માંગણી કરી હતી.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળું વેકેશન સહિતના મુદ્દાઓને લઈને શાળાઓ માટે સુચનાઓ બહાર પાડી હતી. જોકે, આ સૂચનાઓને લઈને કેટલીક મુંઝવણો ઉભી થતાં શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરતો પરિપત્ર આજે જાહેર કર્યો છે. જેમાં રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવી ન હોય તેવા શૈક્ષણિક કર્મચારીઓએ શાળાએ આવવાનું રહેશે નહીં.

શાળાના આચાર્ય, કારકૂન અને સેવક વગેરે કે જેઓને વેકેશન મળવાપાત્ર નથી, તેવા કર્મચારીઓએ વેકેશન દરમિયાન શાળામાં હાજરી અવશ્ય આપવાની રહેશે અને રાજ્ય સરકાર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવી હોય તો તે સંદર્ભે આપેલી સુચનાઓનું ચુસ્ત અમલ કરવાનો રહેશે. Gujarat Summer vacation

આ ઉપરાંત સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી સોંપવામાં આવેલી હોય અથવા તો સોંપવામાં આવે તો તેના અનુસંધાને પણ તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો:  નંદીગ્રામ સીટ પરથી હારી શકે છે મમતા બેનર્જી, આ એક્ઝિટ પોલમાં શુભેન્દુ અધિકારી આગળ Gujarat Summer vacation

ઉલ્લેખનીય છે કે, વિભાગ દ્વારા જાહેર કરાયેલા અગાઉના પરિપત્ર બાદ સંચાલક મંડળ દ્વારા પત્ર લખી પોતાની રજૂઆત કરાઈ હતી. જેમાં કોવિડ કામગીરીમાં જોડાયેલા બિન શૈક્ષણિક સ્ટાફને બાકાત રાખીને અન્ય બિન શૈક્ષણિક સ્ટાફને 50 ટકાના રોટેશનમાં શાળામાં બોલાવવામાં આવે તેવો સુધારો પરિપત્રમાં કરવા માટે જણાવ્યું હતું. કેમ કે, ઉનાળુ વેકેશનમાં વાલીઓ પરિણામ લેવા માટે સ્કૂલમાં આવતા હોય છે.

આ સિવાય પ્રવેશ માટે પણ વાલીઓની અવરજવર થતી હોય છે. ઘણા કિસ્સામાં વાલીઓ સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ લેવા માટે પણ આવતા હોય છે. બોર્ડની પરીક્ષાની તપાસ માટે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા હોય છે. જેથી બિન શૈક્ષણિક સ્ટાફને હાજર રાખવા માટે સુધારો કરવા માટે રજૂઆત કરાઈ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat