Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 15 હજારને પાર, નવા 376 કેસ આવ્યા સામે

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 15 હજારને પાર, નવા 376 કેસ આવ્યા સામે

0
544

ગુજરાતમાં દરરોજ કોરોના પોઝિટિવના કેસ વધતા જઇ રહ્યા છે. લોકડાઉનમાં મળેલી છૂટ બાદ રાજ્યમાં એક અઠવાડિયામાં કોરોના સંક્રમણની સંખ્યા વધી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવના નવા 376 કેસ સામે આવ્યા છે જ્યારે તેની સામે 410 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલ છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 15 હજારને પાર થઇ ગઇ છે. કોરોના પોઝિટિવના ટોટલ કેસ 15205 થઇ ગયા છે.

રાજ્યમાં અમદાવાદ -256, સુરત-34, વડોદરા-29, મહીસાગર 14, વલસાડ-10, સુરેન્દ્રનગર-06, ગાંધીનગર-05, નવસારી-04, રાજકોટ-03, આણંદ, પાટણ અને કચ્છમાં 2-2, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસના એક્ટીવ કેસ 6720 છે જ્યારે 92 દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6628 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધી રાજ્યમાં 7547 દર્દીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે આ મહામારીને કારણે 938 લોકોના મોત થયા છે.

કોર્પોરેશનની મંજૂરી બાદ પણ કાલુપુર માર્કેટ ખુલતાની સાથે જ બંધ, વેપારીઓમાં રોષ