Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસના 24 કલાકમાં નવા 367 પોઝિટિવ કેસ, 22ના મોત

ગુજરાતમાં કોરોના વાયરસના 24 કલાકમાં નવા 367 પોઝિટિવ કેસ, 22ના મોત

0
534

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 367 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 454 દર્દીઓ સ્વસ્થ્ય થઇને ઘરે ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 15572 થઇ ગઇ છે.

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 247 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 44, વડોદરા 33, મહિસાગર 8, કચ્છ-રાજકોટમાં 7-7, ગાંધીનગર-4, આણંદ-પંચમહાલમાં 2-2, ખેડા-અરવલ્લી-બનાસકાંઠા-બોટાદ-છોટા ઉદેપુર- ગીર સોમનાથ-જૂનાગઢ- મહેસાણા- મોરબી-નવસારી-પાટણ-સુરેન્દ્રનગર-વલસાડમાં 1-1 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

જ્યારે રાજ્યમાં અમદાવાદમાં 16, વડોદરામાં 3, કચ્છ-પાટણ અને સુરેન્દ્રનગર ખાતે 1-1 વ્યક્તિનું 24 કલાક દરમિયાન કોરોના વાયરસ મહામારીને કારણે મોત થયુ છે. આ સાથે જ રાજ્યમાં મૃતકઆંક 960 પર પહોચી ગયો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

જેમના નામથી અંડરવર્લ્ડ ડોન-નેતાઓ-અધિકારીઓ ફફડતા હતા તે IPS 35 વર્ષની સર્વિસ બાદ નિવૃત થશે