Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર, 24 કલાકમાં નવા 372 કેસ આવ્યા સામે

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર, 24 કલાકમાં નવા 372 કેસ આવ્યા સામે

0
522

ગુજરાતમાં લોકડાઉન છે છતા કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 372 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે આ મહામારીને કારણે 20 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસનો આંકડો 15944 પર પહોચી ગયો છે. જ્યારે આ મહામારીને કારણે એક દિવસમાં 608 દર્દીઓ સ્વસ્થ્ય થઇને પોતાના ઘરે પણ ગયા છે.

રાજ્યમાં કોરોના વાયરસના નવા 372 કેસ આવ્યા સામે

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 253 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગર 8, મહેસાણા-છોટા ઉદેપુર 7-7, કચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા-રાજકોટ-અરવલ્લી-પંચમહાલ-મહીસાગર-ખેડા- ભરૂચ-સાબરકાંઠા-વલસાડ-જૂનાગઢ-સુરેન્દ્રનગરમાં 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસના સૌથી વધુ કેસ છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 11,597 થઇ ગઇ છે. જ્યારે સુરતમાં 1510, વડોદરામાં 981, ગાંધીનગર 249, મહીસાગર 114, ભાવનગર 120, રાજકોટ 105, મહેસાણા 112, બનાસકાંઠા 104, અરવલ્લી 103, સાબરકાંઠા 98, આણંદ 97, પંચમહાલ 82, કચ્છ 79, પાટણ 76, ખેડા 66 પોઝિટિવ કેસ થઇ ગયા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: વિજય નેહરા બાદ વધુ એક IAS અધિકારીને બદલવાની તજવીજ