Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર, નવા 395 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર, નવા 395 કેસ નોંધાયા

0
293

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 395 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12 હજાર 141 થઇ ગઇ છે. જ્યારે મૃતકઆંક 719 થઇ ગયો છે.

રાજ્યમાં કોરોના વાયરસના નવા 395 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 395 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં 29, કચ્છમાં 21, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગર-સાબરકાંઠા 7-7, મહેસાણા-સુરેન્દ્ર નગર 5-5, ખેડા-પાટણ-ભરૂચ 4-4, બનાસકાંઠા-મહીસાગર-ગીર-સોમનાથ- જુનાગઢ 3-3, ભાવનગર-રાજકોટ 2-2, અરવલ્લી-છોટા ઉદેપુર અને તાપીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસના ટોટલ કેસ 8945 થઇ ગયા છે. સુરતમાં 1156, વડોદરામાં 700, ગાંધીનગર 190, ભાવનગર 114, બનાસકાંઠા 86, આણંદ 83, રાજકોટ-અરવલ્લી 82-82, મહેસાણા 80, પંચમહાલ 71, બોટાદ-56, મહીસાગર-પાટણ 53-53, જામનગર 42, સાબરકાંઠા 46, કચ્છ 52, ભરૂચ 36 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: શું CM રૂપાણીએ અમદાવાદમાં લોકડાઉનમાં છૂટ અંગે અધિકારીઓના સૂચનોની અવગણના કરી?