Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં કોરોના વધુ 67 દર્દીઓને ભરખી ગયો, રાજ્યમાં સૌથી વધુ 6,690 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના વધુ 67 દર્દીઓને ભરખી ગયો, રાજ્યમાં સૌથી વધુ 6,690 પોઝિટિવ કેસ

0
80

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,690 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે આ મહામારીને કારણે વધુ 67 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં કોરોનાના 2200થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુ પણ સૌથી વધુ છે.

રાજ્યમાં એક દિવસમાં 67 દર્દીઓએ ગુમાવ્યો પોતાનો જીવ

અમદાવાદ શહેરમાં સૌથી વધુ 23 દર્દીના મોત થયા છે જ્યારે સુરત શહેરમાં 22 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે જ્યારે વડોદરા શહેરમાં 4 લોકોના મોત થયા છે. સુરત ગ્રામ્યમાં પણ 3 દર્દીએ જીવ ગુમાવ્યો છે. બનાસકાંઠામાં પણ 2 લોકોના મોત થયા છે. રાજકોટ ગ્રામ્યમાં પણ 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આણંદ-ભરૂચ-છોટા ઉદેપુર-ગાંધીનગર-જૂનાગઢ અને સાબરકાંઠામાં પણ કોરોના વાયરસને કારણે 1-1 દર્દીનું મોત થયુ છે.

અમદાવાદમાં 2200થી વધુ પોઝિટિવ કેસ

અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 2251 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં પણ 1264 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 529, વડોદરા શહેરમાં 247, જામનગર શહેરમાં 187, મહેસાણામાં 177, સુરત ગ્રામ્યમાં 177, બનાસકાંઠામાં 137, વડોદરા ગ્રામ્યમાં 130, જામનગર ગ્રામ્યમાં 115, પાટણમાં 110 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમરેલીમાં 98, ભરૂચમાં 87, રાજકોટ ગ્રામ્યમાં 87, ભાવનગર શહેરમાં 81, આણંદમાં 68, જૂનાગઢ શહેરમાં 65, મોરબીમાં 65, પંચમહાલમાં 61, દાહોદ અને કચ્છમાં 58-58, પોઝિટિવ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 56, સુરેન્દ્રનગરમાં 55, ગાંધીનગર શહેરમાં 54 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ 2, 15, 805 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 3 લાખ 20 હજાર 729 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.04 ટકા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat