Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 16 જાન્યુઆરીએ ગુજરાતના 237 વેક્સિન સેન્ટરોનું પીએમ મોદી ઓનલાઈન પ્રારંભ કરાવશે

16 જાન્યુઆરીએ ગુજરાતના 237 વેક્સિન સેન્ટરોનું પીએમ મોદી ઓનલાઈન પ્રારંભ કરાવશે

0
32
  • અમદાવાદમાં 16 તારીખે 36 સેન્ટરો પરથી રસી આપવામાં આવશે

  • દરેક સેન્ટર પરથી 100 હેલ્થ કેર વર્કર પ્રમાણે દિવસમાં 3600 હેલ્થકેર વર્કરને રસી અપાશે

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટની પીડીયુ હોસ્પિટલ અને ડોક્ટરો સાથે વડાપ્રધાન લાઈવ ઇન્ટરેક્શન કરશે

અમદાવાદ: ગુજરાતમાં 16 તારીખે વેક્સિન સેન્ટરનું વડાપ્રધાન મોદી દ્વારા ઓનલાઇન ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાતમાં ટોટલ 237 સેન્ટરો પર રસી આપવામાં આવશે. તેમજ અમદાવાદમાં 36 સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે. ગુજરાતમાં દરેક સેન્ટર પર એલ ઇ ડી સ્ક્રિન લગવવામાં આવશે. જ્યાં પીએમ મોદી લાઈવ સંબોધન કરવામાં આવશે. તેમજ ગુજરાતમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટની પીડિયું આ બે હોસ્પિટલના ડોક્ટરો સાથે પીએમ દ્વારા ઈન્ટરેકશન કરવામાં આવશે.

દરેક સેન્ટર પર રસી આપ્યા બાદ રસી લેનારને અડધો કલાક બેસાડવામાં આવશે. તેમજ જો કોઈને રિએક્શન આવે તો તેની તૈયારીના ભાગરૂપે તેમજ દરેક સેન્ટર પર એક કીટ તેમજ મેડીકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. જો કોઈ ને રીએકશન આવે તો તે માટે હોસ્પિટલો પણ ડેઝીગ્નેટેડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં જો કોઈને રીએકશન આવે તો શારદાબેન હોસ્પિટલ, વી એસ હોસ્પિટલ તેમજ એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. આ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

કોરોના વેક્સિન ગુજરાતમાં આવી ગઈ છે. તેમજ રસીને લઈને સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને 16 તારીખથી ગુજરાતમાં હેલ્થ કેર વર્કરોને રસી આપવાની શરૂ કરવાની છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36 સેન્ટરો પર વેક્સિન આપવામાં આવશે.જેમાં દરેક સેન્ટર પર 100 હેલ્થ વર્કરને આપવામાં આવશે આમ ટોટલ 16 તારીખે 3600 લોકોને આપવામાં આવશે.

આ પણ વાંચો: સુરત શહેર કોરોના સામે જંગમાં રસીકરણ અભિયાન માટે સજ્જ

પ્રથમ ફેઝમાં હેલ્થ કેર વર્કરને વેક્સિન આપવાની સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. જેનું અગાઉ રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં 55000 હેલ્થ કેર વર્કનું રજીસ્ટ્રેશન થયેલું છે. જ્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગભગ 70,000 જેટલા વેક્સિનના ડોઝ મળ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રથમ બે દિવસ 36 વેક્સિન સેન્ટર પર આપવામાં આવશે તેમજ દરેક સેન્ટર પર 100 લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા જે પ્રકારે સૂચન મળશે તે પ્રકારે વેક્સિન આપવાની ક્ષમતા પણ વધારવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રથમ બે દિવસ 36 સેન્ટર પરથી રસી આપવામાં આવશે તેમજ દરેક સેન્ટર પરથી 100 લોકોને રસી આપવામાં આવશે જે અનુસાર દિવસમાં ટોટલ 3600 વર્કરોને રસી આપવામાં આવશે.

આ પણ વાંચો: Covid-19 રસીકરણ નોંધણી પછી રસીકરણની માહિતી કેવી રીતે મળશે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 682 ટીમને વેક્સિનેશન માટેની ટ્રેનિંગ આપી દીધી છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રાખવા માટેના વેક્સિન રાખવા માટેના સ્ટેશન પણ છે. એક ટીમ સામાન્ય રીતે 100જેટલા લોકોને એક દિવસમાં રસી આપી શકે છે. AMC દ્વારા દિવસમાં 50 હજાર લોકોને આપી શકે તેવી કેપેસિટી છે. તેમજ સૂત્રો અનુસાર જો જરૂરિયાત ઊભી થઈ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દિવસમાં બે લાખ લોકોને રસી આપવા સુધીની કેપેસીટી ડેવલપ કરી શકે છે.

વેક્સિન માટેના 36 સેન્ટરો નીચે મુજબ છે

SVP હોસ્પિટલ, એલિસબ્રિજ-4
શારદાબેન હોસ્પિટલ, સરસપુર- 2
LG હોસ્પિટલ, મણિનગર-2
VSહોસ્પિટલ, એલીસબ્રીજ- 1
GMERC, સોલા સિવિલ હોસ્પિટલ- 2
GCH હોસ્પિટલ, નરોડા-5
SMS હોસ્પિટલ ચાંદખેડા -3
ઇન્ફેક્શન દિસીઝ હોસ્પિટલ બાપુનગર-1
ઓલ્ડ ટ્રોમા સેન્ટર સિવિલ હોસ્પિટલ,અસારવા-2
GCRI સિવિલ હોસ્પિટલ, અસારવા-2
નગરી આઇ હોસ્પિટલ,ગુજરાત કોલેજ-1
એમ એન્ડ જે ઓપથોલોજી,અસારવા-1
આઈ કે દી આર સી, સિવિલ હોસ્પિટલ-1
ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ સિવિલ-1
ગવમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ-1
યુ એન મેહતા હોસ્પિટલ- 2

સી એચ સી _ વટવા,ચાંદખેડા, ગોમતીપુર,સરખેજ,રખિયાલ

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9