નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વીટ કરીને આપી માહિતી Gujarat Corona Vaccine
અમદાવાદ: કોરોના મહામારી સામે લડવા માટે રસીની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યને દેશમાં સૌ પ્રથમ રસીનો જથ્થો મળશે. ગુજરાતમાં કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવતીકાલે એટલે મંગળવારે સવારે 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થશે. Gujarat Corona Vaccine
સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે. ત્યારે આ રસીકરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો તા. 12/01/2021, મંગળવાર સવારે 10.45 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતે આવશે. સરદાર પટેલ એરપોર્ટ પર રસી આવતા તેને ગ્રીનકોરીડોર કરીને ગાંધીનગર સ્ટોરેજ ખાતે લઇ જવામાં આવશે.અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો તા.૧૨.૦૧.૨૦૨૧, મંગળવાર સવારે ૧૦.૪૫ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતે આવશે.@PMOIndia @narendramodi @vijayrupanibjp
— Nitin Patel (@Nitinbhai_Patel) January 11, 2021
આ પણ વાંચો: AMCનો સપાટો, ટેક્સ ન ભરનાર 16 પ્રોપર્ટી સીલ કરાઇ
કોરોના રસીને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે, તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં આપણા વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીએ તેમને અભિનંદન પણ આપ્યા હતા. Gujarat Corona Vaccine
ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જેમાં 50 વર્ષથી વધુ વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. Gujarat Corona Vaccine