Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સામેની લડતમાં રાજ્ય સરકારે 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો: નીતિન પટેલ

કોરોના સામેની લડતમાં રાજ્ય સરકારે 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો: નીતિન પટેલ

0
96
  • કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાં નાગરિકની સલામતી એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહેશે

  • ગરીબ અને મધ્યમવર્ગને આર્થિક ભારણ ન પડે તેનું ધ્યાન રખાશે

  • અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા- સદવિચારમાં મોક્ષવાહિની રથનું લોકાર્પણ

ગાંધીનગર: કોરોના સામેની વેક્સિન (Gujarat Corona Vaccine) આપવાની પ્રક્રિયામાં નાગરિકની સલામતી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને એટલે જ તમામ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ જ નાગરિકોને રસી આપવામાં આવશે. આજ દિન સુધી કોરોના સામેની લડતમાં રાજ્ય સરકારે રુપિયા 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા- સદવિચારમાં મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિનનું (Gujarat Corona Vaccine) આર્થિક ભારણ ગરીબ અને મધ્યમવર્ગ પર ન આવે તેની દરકાર પણ રાજ્ય સરકાર કરી રહી છે.

આ પણ વાંચો: સુરતના બ્રેઈનડેડ વિષ્ણુભાઈના અંગોએ પાંચ લોકોને જીવનદાન આપ્યું

ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં (Gujarat Corona Vaccine) ફ્રંટલાઈન વોરિયર્સ- મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, બીજા તબક્કામાં આશા વર્કર અને પોલીસ જવાનો અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝન અને કો-મોર્બિડ(ડાયાબીટીસી,બ્લડપ્રેશર વગેરે)ની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે.

કોરોના વોરિયર્સને વિના મૂલ્યે રસી અપાશે. ભારત સરકારે વેક્સિનેશન (Gujarat Corona Vaccine) માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર રસીકરણનો આરંભ કરશે.

નીતિન પટેલે મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે ગુજરાતીઓની દાન આપવાની ઉજ્જવળ પરંપરાનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે સૌએ જોયું છે કે સારા કામ માટે સમાજ હંમેશા આગળ આવ્યો છે. તેમણે મોક્ષવાહિની રથની ભેટ બદલ દાતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, દાન આપવાની ગુજરાતની (Gujarat Corona Vaccine) ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવી છે.

આ પણ વાંચો: ‘કોવિશીલ્ડ’ અને ‘કોવેક્સીન’માંથી કોણ કેટલી અસરકારક? જાણો બન્ને વૅક્સીનના તમામ તથ્યો

નાયબ મુખ્યમંત્રીએ સદવિચાર પરિવારના સેવા-વારસાને ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સંસ્થામાં હરિભાઈ પંચાલ અને ડોંગરેજી મહારાજ જેવા સમાજસેવકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. તેમણે સદવિચાર પરિવાર દ્વારા હાથ ધરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9