Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Gujarat Corona Update: રાજ્યમાં રિકવરી રેટ 94.51%, નવા 715 કેસ

Gujarat Corona Update: રાજ્યમાં રિકવરી રેટ 94.51%, નવા 715 કેસ

0
111

Gujarat Corona Update: રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 715 કેસ (Gujarat Corona Case) સામે આવ્યાં છે, જ્યારે વધુ 4 લોકોના મરણ નોંધાયા છે. રવિવારે સુરત કરતાં વડોદરામાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો (Corona Case In Gujarat) 2,47,225 પર પહોંચી ગયો છે. જ્યારે વધુ 4 લોકોના મરણ સાથે કુલ મૃત્યુઆંક 4318 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં નવા દર્દીઓમાં સૌથી વધુ 151 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારના 146 અને જિલ્લામાં 5 કેસ સામે આવ્યા છે. આમ અમદાવાદમાં નવા દર્દીઓની સંખ્યા લગભગ બે મહિના બાદ સૌથી ઓછી નોંધાયી છે. જ્યારે વડોદરા જિલ્લામાં 134 અને સુરતમાં 127 કેસ સામે આવ્યાં છે. આ સિવાય રાજકોટમાં 76, ગાંધીનગરમાં 21 અને જામનગર જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. જ્યારે રવિવારે અમદાવાદમાં 2 અને રાજકોટ-બોટાદમાં 1-1 મરણ નોંધાયા છે. Gujarat Corona Update

આ પણ વાંચો:  રાજ્યના ઔદ્યોગિક એકમોને વેગ આપવા FIAની બેઠક, ઉદ્યોગોના વિકાસ માટે 3 MoU સાઇન કરાયા  

રાજ્યમાં રવિવારે કોરોનાના 938 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા વધીને 2,33,660 પર પહોંચી ચૂકી છે. હાલ એક્ટિવ કેસોમાં 9250 સારવાર હેઠળ છે. જેમાંથી 61 વેન્ટીલેટર પર છે, જ્યારે 9189ની હાલત સ્થિર જણાવાઈ છે. Gujarat Corona Update

આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 94.51 ટકા પર પહોંચી ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી અધિક છે. રવિવારે 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 98.11 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. અત્યારે રાજ્યમાં કુલ 5 લાખથી વધુ લોકોને કોરોનાના કારણે અલગ-અલગ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. Gujarat Corona Update

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9