Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાને માત આપનારાની સંખ્યા દોઢ લાખને પાર, રિકવરી રેટ 89.63%

ગુજરાતમાં કોરોનાને માત આપનારાની સંખ્યા દોઢ લાખને પાર, રિકવરી રેટ 89.63%

0
55
  • 24 કલાકમાં 908 નવા પોઝિટિવ કેસ, વધુ 4ના મોત
  • રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1.68 લાખને પાર, કુલ 3693ના મોત

Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કહેરમાં કમી જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી સામે આવેલ 1,68,081 સંક્રમિતોમાંથી (Gujarat Corona Cases) સોમવાર સુધીમાં 1.50 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી દીધી છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા (Gujarat Corona Update) અનુસાર, છેલ્લા 24 કલાકમાં 908 નવા પોઝિટિવ કેસ (Today Corona Cases) મળી આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 4 લોકોના મરણ નોંધાયા છે. રાજ્યમાં નવા દર્દીઓ અને મોતનો આંકડો છેલ્લા 100 દિવસોમાં સૌથી ઓછો છે.

ગુજરાતમાં કોરોના મહામારીને (Gujarat Corona Update) માત આપનારા લોકોની સંખ્યા 1,50,650 પર પહોંચી ચૂકી છે. સોમવારે પૂરા થયેલા 24 કલાકમાં જ્યાં 908 નવા કેસ (Today Corona Cases) નોંધાયા, ત્યાં સામે 1102 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 89.63 ટકા થઈ ગયો છે. જે સૌથી અધિક છે.

સોમવારે જે નવા 908 કેસ (Today Corona Cases) મળી આવ્યા, તેમાં સૌથી વધુ 228 દર્દીઓ સુરતમાંથી સામે આવ્યાં છે. આ સિવાય અમદાવાદ જિલ્લામાં 173 નવા પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. આજ રીતે વડોદરા જિલ્લામાં 111, રાજકોટમાં 68, જામનગરમાં 28 અને ગાંધીનગરમાં 26 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: મેહબૂબા મુફ્તીએ સહપરિવાર પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ: નીતિન પટેલ

જો મરણના આંકડાની (Gujarat Corona Update) વાત કરીએ તો, જે 4 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમાં સૌથી વધુ 2 મરણ અમદાવાદ જિલ્લામાં જ નોંધાયા છે. આ સિવાય સુરત અને રાજકોટ જિલ્લામાં એક-એક દર્દી કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 3693 લોકોને જીવલેણ કોરોના વાઈરસ ભરખી ચૂક્યો છે.

એક્ટિવ કેસો ઘટ્યાં
રાજ્યના (Gujarat Corona Update) વિવિધ જિલ્લાઓમાં સારવાર હેઠળ રહેલા કોરોનાના એક્ટિવ કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે રાજ્યના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13738 નોંધવામાં આવી હતી. જેમાંથી 61 વેન્ટીલેટર પર છે, જ્યારે 13,677ની હાલત સ્થિર છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ 57,93,788 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાં સોમવારે એક જ દિવસમાં 51,046 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

રાજ્યના જિલ્લાઓમાં રિકવર, મરણ અને એક્ટિવ કેસોની વિગતો

જિલ્લા રિકવર  મરણ  એક્ટિવ કેસ
અમદાવાદ 3566 35,999 1,890
સુરત 1932 32,792 835
વડોદરા 2160 12,771 209
રાજકોટ 899 11,202 158
ગાંધીનગર 839 3,772 90
જામનગર 362 7,706 35
જૂનાગઢ 265 3,254 33
ભાવનગર 107 4,510 67