અમદાવાદમાં કોરોનાના 108 કેસ, 1 મૃત્યુ Gujarat Corona Update
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોના પર કાબૂ આવી રહ્યો હતો. કોરોનાના કેસોમાં દરરોજ ઘટાડો થઇ રહ્યો હતો. પરંતુ ચૂંટણી પૂરી થયા પછી ફરી એકવાર કોરોનાના કેસોમાં દૈનિક વધારો જોવા મળ્યો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થઇ ચુક્યા છે. રવિવારના રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 407 કોરોના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતુ. Gujarat Corona Update
રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 407 દર્દીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. કોરોનાને કારણે અમદાવાદમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 269,888એ પહોચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક અત્યાર સુધી જીવલેણ વાઈરસ રાજ્યમાં 4,410 લોકોને ભરખી ચૂક્યો છે. તો હાલ 32 લોકો વેન્ટિલેટર પર છે. Gujarat Corona Update
નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 108 કેસ નોંધાયા છે, જ્યારે એકનું મોત થયું છે, સુરતમાં 74, વડોદરામાં 63 કેસ, રાજકોટમાં 52, ગાંધીનગરમાં 11, જામનગરમાં 8 કેસ, જૂનાગઢમાં 6, ભાવનગરમાં 3, આણંદમાં 13 કેસ, કચ્છમાં 11, ખેડામાં 10, મહેસાણામાં 8 કેસ, સાબરકાંઠામાં 7, મોરબી-પંચમહાલમાં 5-5 કેસ, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદામાં 3-3 કેસ, મહિસાગર, ગીરસોમનાથમાં 3-3, વલસાડમાં 1 કેસ, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, દ્વારકામાં 1-1 કેસ નોંધાયો છે. Gujarat Corona Update
આ પણ વાંચો: 1લી માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે કોરોના રસી, મુખ્યમંત્રીએ કરી ખાસ અપીલ
7 જિલ્લામાં એકપણ કેસ નહીં નોંધાયો
બીજી તરફ શનિવારના રોજ રાજ્યમાં અરવલ્લી, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 07 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
રવિવારના રોજ રાજ્યના વિવિધ ભાગોથી 301 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહેતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,63,116 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. Gujarat Corona Update
રવિવારે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2363 પર પહોંચી ગઈ છે. જેમાંથી 32 વેન્ટીલેટર પર છે, જ્યારે 2331ની હાલત સ્થિર છે. જ્યારે હવે રિકવરી રેટમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં સાજા થનાનો રેસિયો 97.49 ટકાએ પહોંચ્યો છે.