Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં આજે ફરી 1400થી વધુ કોરોના કેસ, કુલ આંક 1,28,949

રાજ્યમાં આજે ફરી 1400થી વધુ કોરોના કેસ, કુલ આંક 1,28,949

0
98

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat Corona Update)માં સતત વૃદ્ધિ થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં 1400થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન 14 દર્દીઓએ દમ તોડ્યો છે. જ્યારે 1,510 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. નોંધનીય છે કે રાજ્યમાં પહેલા 70 હજારથી વધુ કોરોના ટેસ્ટ થતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ટેસ્ટની સંખ્યા ઘટાડવામાં આવી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update)છેલ્લા 24 કલાકમાં 1,408 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,28,949એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3,384એ પહોંચ્યો છે.

આ પણ વાંચો: કોરોનાગ્રસ્તોની સેવામાં મૃત્યૃ પામેલાં Head Nurseના પરિજનોને 50 લાખની સહાય

અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

સુરતમાં આજે 278 નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે 5 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં આજે 183 નવા કોરોના કેસ નોંધાયા છે અને 3 દર્દીઓના મોત થયા છે. રાજકોટમાં આજે 147 નવા કેસ સામે આવ્યા અને 3 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. વડોદરામાં 133 નવા કેસ નોંધાયા અને 2 દર્દીઓના મૃત્યુ થયા. જામનગરમાં 98 નવા કેસ અને ગાંધીનગરમાં 50 નવા કેસ સામે આવ્યા. ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું.

આ પણ વાંચો: ગજેરાનો શિક્ષિકાને ગજરો લગાવવાનો પ્રયાસ નિષ્ફળઃ હાલમાં તપાસ સામે સ્ટે

રાજ્યમાં (Gujarat Corona Update)કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે પણ તેની સાથે સાજા થવાનો દર પણ વધ્યો છે. આજે 1,510 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 1,09,211 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 84.69 ટકા થયો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાના 16,354 કેસ એક્ટિવ છે.

ગુજરાતમાં કોરોનાની ટેસ્ટિંગ વધી હતી. રાજ્યમાં રોજના 70 હજારથી વધુ કોરોના ટેસ્ટ થઇ રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના ટેસ્ટમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 40,48,274 ટેસ્ટ કરવામાં આવ્યા.

જિલ્લાવાર કોરોનાની સ્થિતિ

જિલ્લાઓ

પોઝિટિવ કેસ

અમદાવાદ 183
સુરત 278
વડોદરા 133
ગાંધીનગર 50
ભાવનગર 38
બનાસકાંઠા 44
આણંદ 8
રાજકોટ 147
અરવલ્લી 7
મહેસાણા 49
પંચમહાલ 28
બોટાદ 7
મહીસાગર 19
ખેડા 9
પાટણ 33
જામનગર 98
ભરૂચ 23
સાબરકાંઠા 13
ગીર સોમનાથ 20
દાહોદ 14
છોટા ઉદેપુર 4
કચ્છ 33
નર્મદા 12
દેવભૂમિ દ્વારકા 11
વલસાડ 8
નવસારી 10
જૂનાગઢ 36
પોરબંદર 9
સુરેન્દ્રનગર 20
મોરબી 22
તાપી 10
ડાંગ 4
અમરેલી 28