Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: 24 કલાકમાં 919 લોકો કોરોનાથી સંક્રમિત, રિકવરી રેટ 89.46% પર પહોંચ્યો

ગુજરાત: 24 કલાકમાં 919 લોકો કોરોનાથી સંક્રમિત, રિકવરી રેટ 89.46% પર પહોંચ્યો

0
46
  • ઘણાં દિવસો બાદ રાજ્યમાં એક હજારથી ઓછા પોઝિટિવ કેસ
  • રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 167173 પર પહોંચી
  • 24 કલાકમાં 963 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ

Gujarat Corona Update: ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 919 પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. જ્યારે વધુ 7 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા (Gujarat Corona Cases) વધીને 1,67,173 પર પહોંચી ચૂકી છે. જ્યારે જીવલેણ વાઈરસ અત્યાર સુધી કુલ 3689 લોકોને ભરખી ચૂક્યો છે.

જો કે રાજ્ય માટે (Gujarat Corona Update) રાહતની વાત છે કે, અત્યાર સુધીમાં કુલ 1,49,548 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 963 કોરોના દર્દીઓ (Gujarat Corona Cases) સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે.

રાજ્યમાં એક દિવસમાં સામે આવેલા નવા કેસોની વિગતો (Gujarat Corona Update) જોઈએ તો, 919 કોરોના દર્દીઓમાંથી (Gujarat Corona Cases) સૌથી વધુ 227 પોઝિટિવ કેસ સુરતમાંથી સામે આવ્યાં છે. જ્યારે અમદાવાદમાં 174 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ રીતે વડોદરામાં 115, રાજકોટમાં 97, જામનગરમાં 43 અને ગાંધીનગર જિલ્લામાં 35 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

આજ પ્રમાણે 24 કલાકમાં કોરોનાના કારણે મોતને ભેટનારા આંકડા (Gujarat Corona Update) જોઈએ તો, કુલ 7માંથી અમદાવાદમાં સૌથી વધુ 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજ રીતે સુરત જિલ્લામાં 2, જ્યારે પાટણ અને વડોદરામાં એક-એક દર્દી કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 3689 પર પહોંચી ચૂક્યો છે.

આ પણ વાંચો: CM ઉદ્ધવનો ભાજપને પડકાર- ‘હિંમત હોય તો મારી સરકાર ઉથલાવી બતાવો’

રાજ્યમાં જે પ્રકારે લોકો કોરોના વાઈરસથી મુક્તિ મેળવી રહ્યાં છે, તેનાથી લાગી રહ્યું છે કે સોમવારે કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા (Gujarat Corona Update) રાજ્યમાં દોઢ લાખને પાર પહોંચી શકે છે. રવિવાર સુધી કોરોના વાઈરસને હરાવનારા દર્દીઓનો આંકડો 1,49,548 પર પહોંચી ચૂક્યો છે. હાલ રાજ્યમાં રિકવરી રેટ ગઈકાલની સરખામણીમાં સામાન્ય વધારા સાથે 89.46 ટકા પર પહોંચી ચૂક્યો છે.

હવે રાજ્યમાં કોરોનાના 13,936 એક્ટિવ કેસો છે. જેમાંથી 65 દર્દીઓના હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 13,871 પેશન્ટ સ્ટેબલ છે.