Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 14,605 નવા પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 14,605 નવા પોઝિટિવ કેસ

0
34

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 14,605 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી અધિક કેસ છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 173 લોકોના મરણ નોંધાયા છે, જે ગુરુવારે 180ના મોતની તુલનામાં કમી આવી છે. જો કે રાહતની વાત એ રહી કે, એક જ દિવસમાં કુલ 10,180 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. Gujarat Corona Update

નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 5439 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં 2011, વડોદરામાં 921, જામનગર જિલ્લામાં 748, રાજકોટડ જિલ્લામાં 663, મહેસાણામાં 516, ભાવનગર જિલ્લામાં 512, ગાંધીનગર જિલ્લામાં 331, દાહોદ જિલ્લામાં 268, જૂનાગઢમાં 267, બનાસકાંઠામાં 234, પાટણમાં 233, સુરેન્દ્રનગરમાં 211 અને અમરેલી જિલ્લામાં 197 નવા દર્દીઓનો ઉમેરો થયો છે.

રાજ્યમાં શુક્રવારે જે મરણ નોંધાયા છે, તેમાં સૌથી વધુ 23 અમદાવાદ શહેરના જ છે. આ સિવાય સુરત જિલ્લામાં પણ 23 લોકો મોતને ભેટ્યા છે. આ સિવાય વડોદરા જિલ્લામાં 17, રાજકોટમાં 17, જામનગરમાં 17, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 9, જૂનાગઢમાં 8, સુરેન્દ્રનગરમાં 7, કચ્છમાં 5 અને ગાંધીગરમાં 4 સહિત રાજ્યભરમાં 173 મરણ નોંધાયા છે.

આ પણ વાંચો:  ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં આંશિક લોકડાઉનનું એલાન, કોરોનાના કહેરને જોતા લીધો નિર્ણય Gujarat Corona Update

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 5,67,777 પર પહોંચી ગયો છે. જે પૈકી અત્યાર સુધી 4,18,548 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે આ જીવલેણ વાઈરસ રાજ્યમાં અત્યાર સુધી 7,183 નાગરિકોને ભરખી ચૂક્યો છે. રાજ્યમાં કુલ વૅક્સિનેશનનો આંકડો 1,20,87,266 પર પહોચી ચૂક્યો છે. Gujarat Corona Update

રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 1,42,046 થઈ ગયા છે. જે પૈકી 613 વેન્ટિલેટર પર છે. જ્યારે અન્ય 141443 દર્દીઓની હાલત સ્થિર જણાવવામાં આવી છે. હાલ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 73.72 ટકા પર પહોંચ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat