Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: કોરોનાથી સતત બીજા દિવસે પણ 6ના મોત, નવા 1021 કેસ નોંધાયા

ગુજરાત: કોરોનાથી સતત બીજા દિવસે પણ 6ના મોત, નવા 1021 કેસ નોંધાયા

0
54

Gujarat Corona Update: ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 1021 પોઝિટિવ કેસ (Gujarat Corona Cases) સામે આવ્યાં છે. જ્યારે વધુ 6 દર્દીઓના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીના કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,66,254 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી જીવલેણ વાઈરસ (Corona Virus) રાજ્યના 3682 લોકોને ભરખી ચૂક્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા નોંધાયેલા કેસની (Gujarat Corona Update) વિગતો જોઈએ તો, સુરત જિલ્લામાં સૌથી વધુ 237 કોરોના પોઝિટિવ કેસ (Surat Corona Cases) મળી આવ્યાં છે. જ્યારે અમદાવાદમાં નવા 177 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આજ રીતે વડોદરામાં 117, રાજકોટમાં 103, જામનગરમાં 46, ગાંધીનગર જિલ્લામાં 30 અને મહેસાણા જિલ્લામાં 29 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જો મરણના આંકડાની (Gujarat Corona Update) વાત કરીએ તો, શનિવારે સુરતમાં સૌથી વધુ 3 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સિવાય અમદાવાદ જિલ્લાના બે અને ગાંધીનગર જિલ્લામાંથી એક દર્દી કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.

ગુજરાતમાં (Gujarat Corona Update) છેલ્લા 24 કલાકમાં 1013 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,48,585 લોકોએ કોરોનાના માત (Gujarat Corona Cases) આપી છે. એટલે કે, આટલા લોકો કોરોનાની સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. જે શનિવારે 89.37 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: બિહારની ચૂંટણી બની લોહીયાળ, JDR ઉમેદવાર સહિત બેની હત્યા

કોરોના ટેસ્ટિંગની (Corona Testing) વાત કરીએ તો, રાજ્યમાં શનિવારે 52,980 સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 56,91,372 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. અત્યાર સુધી 5,28,678 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી ચૂક્યાં છે. હાલ રાજ્યમાં 13,987 કોરોનાના એક્ટિવ કેસો છે. જેમાંથી 71ની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 13,916ની હાલત સ્થિર છે.