સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોરોના કાબૂમાં આવી રહ્યો હતો Gujarat Corona Update
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોના પર કાબૂ આવી રહ્યો હતો. કોરોનાના કેસોમાં દરરોજ ઘટાડો થઇ રહ્યો હતો. પરંતુ ચૂંટણી પૂરી થયા પછી ફરી એકવાર કોરોનાના કેસોમાં દૈનિક વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 7 દિવસમાં ગુજરાતમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસમાં સીધો 52 ટકાનો ઉછાળો આવ્યો છે. ગુરુવારના રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 424 કોરોના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતુ. Gujarat Corona Update
રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 424 દર્દીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. કોરોનાને કારણે અમદાવાદમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 268571એ પહોચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક અત્યાર સુધી જીવલેણ વાઈરસ રાજ્યમાં 4,407 લોકોને ભરખી ચૂક્યો છે.
તો હાલ 35 લોકો વેન્ટિલેટર પર છે. Gujarat Corona Update
નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 75 કેસ અને એકનું મોત થયું છે. સુરતમાં 87, વડોદરામાં 89, રાજકોટમાં 63 કેસ, જામનગરમાં 11 અને ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 7 અને જૂનાગઢમાં 7 કેસ, કચ્છમાં 11, આણંદ-ખેડામાં 7-7 કેસ, મહિસાગર-નર્મદામાં 6-6, અમરેલીમાં 5 કેસ, મહેસાણા-સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4 કેસ, ગીર સોમનાથ-પંચમહાલમાં 4-4, ભરૂચમાં 2 કેસ, બોટાદ, દાહોદ, નવસારીમાં 2-2 કેસ, અરવલ્લી, સુરેન્દ્રનગર, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
7 જિલ્લામાં એકપણ કેસ નહીં નોંધાયો
ગુરુવારે નવો એકપણ કેસ નહીં નોધાયેલ જિલ્લાઓમાં બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ 7 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી.
ગુરુવારે રાજ્યના વિવિધ ભાગોથી 301 કોરોનાને માત આપવામાં સફળ રહેતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,62,172લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. Gujarat Corona Update
બુધવારે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1991 પર પહોંચી ગઈ છે. જેમાંથી 35 વેન્ટીલેટર પર છે, જ્યારે 1956ની હાલત સ્થિર છે. જ્યારે હવે રિકવરી રેટમાં આંશિક ઘટાડો આવ્યો છે. બુધવારે 97.66 ટકા રિકવરી રેટ હતો, જે ઘટીને 97.62 ટકા થઈ ગઈ છે. Gujarat Corona Update
આ પણ વાંચો: જેલમાં રહેલા ગોવા રબારીની ગેંગ સક્રિય: ઘોડાસરનાં જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી વસૂલી
1.10 લાખ લોકોને અપાઈ ચૂક્યો છે વૅક્સિનનો બીજો ડોઝ
ગુજરાતમાં ગત 16 જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના વૅક્સીનેશનનો બીજા ડોઝ 1,12,338 ફ્રન્ટ લાઈન કોરોના વૉરિયર્સ લઈ ચૂક્યાં છે. આ સિવાય પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા પણ 8,19,801 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે, અત્યાર સુધી કોઈને પણ ગંભીર આડઅસરની જોવા નથી મળી. Gujarat Corona Update