Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો, અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ કેસ

ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો, અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ કેસ

0
66

બુધવારે રાજ્યમાં 380 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા Gujarat Corona Update

અમદાવાદ: રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ ગઈકાલે આવી ગયું છે. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવાની સાથે જ રાજ્યમાં ફરીથી એક વખત જીવલેણ કોરોના વાઈરસે ઉથલો માર્યો છે. બુધવારે પૂરા થયેલા 24 કલાકમાં નવા 380 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. Gujarat Corona Update

આ સાથે જ હવે ફરીથી સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે. અગાઉ મંગળવારે પણ નવા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 348 નોંધાઈ હતી. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,68,142 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. Gujarat Corona Update

ગુજરામાં બુધવારે નવા દર્દીઓમાં સૌથી વધુ 84 કેસ અમદાવાદ જિલ્લામાંથી સામે આવ્યા છે. આ સિવાય વડોદરામાં 80 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે સુરત જિલ્લામાં 67 અને રાજકોટમાં 55 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના પગલે બુધવારે એક મરણ નોંધાયું છે. Gujarat Corona Update

અત્યાર સુધી જીવલેણ વાઈરસ રાજ્યમાં 4,407 લોકોને ભરખી ચૂક્યો છે. બુધવારે રાજ્યના વિવિધ ભાગોથી 296 કોરોનાને માત આપવામાં સફળ રહેતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,61,871 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. Gujarat Corona Update

બુધવારે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1869 પર પહોંચી ગઈ છે. જેમાંથી 33 વેન્ટીલેટર પર છે, જ્યારે 1836ની હાલત સ્થિર છે. જ્યારે હવે રિકવરી રેટમાં આંશિક ઘટાડો આવ્યો છે. મંગળવારે 97.70 ટકા રિકવરી રેટ હતો, જે ઘટીને 97.66 ટકા થઈ ગઈ છે.

આ પણ વાંચો: રાજકોટમાં વિજયોત્સવ: CM રૂપાણીએ કહ્યુ- ભાજપની સુનામીમાં ભલભલા તણાઇ ગયા

રાજ્યમાં બુધવારે 6 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ સામે નથી આવ્યો. જેમાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, નવસારી, પોરબંદર અને તાપીનો સમાવેશ થાય છે.

74 હજાર લોકોને અપાઈ ચૂક્યો છે વૅક્સિનનો બીજો ડોઝ

ગુજરાતમાં ગત 16 જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના વૅક્સીનેશનનો બીજા ડોઝ 74,457 ફ્રન્ટ લાઈન કોરોના વૉરિયર્સ લઈ ચૂક્યાં છે. આ સિવાય પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા પણ 8,16,238 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે, અત્યાર સુધી કોઈને પણ ગંભીર આડઅસરની જોવા નથી મળી. Gujarat Corona Update

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat