ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 58 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 56 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, આજે એક વ્યક્તિ કોરોના સામે જંગ હારી ગયો છે. અત્યાર સુધીમાં કુલ 8,17,543 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે.
રાજયમાં કોરોના વાયરસના કુલ 549 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 લોકો વેન્ટિલેટર પર છે અને 544 દર્દીઓ હાલ સ્ટેબલ છે. 8,17,543 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10099 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે. આજે વલસાડમાં પણ એક નાગરિકનું મોત નિપજ્યું છે.
ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 12, ભાવનગર-કચ્છમાં 5-5 કેસ, નવસારી-રાજકોટ કોર્પોરેશનમાં 4-4 કેસ, પાટણ-સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ, અમદાવાદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.