Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 નવા પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 નવા પોઝિટિવ કેસ નોંધાયા

0
7

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 67 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 19 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,361 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે.

રાજ્યમાં કુલ 417 એક્ટિવ કેસ છે જેમાંથી 08 લોકો વેન્ટિલેટર પર છે અને 409 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,361 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન 11, વડોદરા અને જામનગર કોર્પોરેશન 7-7, સુરત 4, બનાસકાંઠા, વલસાડ 3-3, અમદાવાદ, કચ્છ, નવસારી તાપીમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 1 નોધાતા આ પ્રકારે કુલ 67 કેસ નોંધાયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat