Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત

0
10

ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 48 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 24 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, રાજયમાં અત્યાર સુધી 8,17,263 લોકોએ કોરોના સામે મ્હાત આપી છે. જેથી કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે

રાજ્યમાં હાલ 349 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે અને 342 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,17,263 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. 10095 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આ ઉપરાંત સુરતમાં 1 નાગરિકનું આજે મોત થયું છે.

ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 4, જામનગર કોર્પોરેશન 2, આણંદ, ભરૂચ, ખેડા, કચ્છ, નવસારી, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat