ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો ઘટાડો જોવા મળતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 50 પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઈ છે. જો કે, 24 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યાં છે અને રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 8,17,158 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.74 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કુલ 318 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 309 સ્ટેબલ છે. 8,17,158 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10094 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું છે.
ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ, સુરત કોર્પોરેશનમાં 6 કેસ, વડોદરામાં 6 કેસ, રાજકોટમાં 4 કેસ, વડોદરામાં 4 કેસ, કચ્છમાં 3 કેસ, ભાવનગરમાં 2 કેસ, આણંદમાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ, ગાંધીનગરમાં 1 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, જામનગરમાં 1 કેસ, નવસારીમાં 1 કેસ, રાજકોટમાં 1 કેસ, સુરતમાં 1 કેસ, તાપીમાં 1 કેસ અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.