Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 પોઝિટિવ દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 પોઝિટિવ દર્દીઓ નોંધાયા

0
1

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં વધારો ઘટાડો જોવા મળતા પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 26 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 33 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,032 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ 284 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 નાગરિકો સ્ટેબલ છે. 8,17,032 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10092 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.

ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, વડોદરા કોર્પોરેશનમાં 6, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4 ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat