Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 28 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 28 પોઝિટિવ કેસ નોંધાયા

0
2

ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 45 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજયમાં અત્યાર સુધી 8,16,999 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે જેથી રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ 291 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 286 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 8,16,999 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યાં છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.

ગુજરાતમાં જિલ્લાવાર કોરોના વાયરસની સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં કોરોના 10, સુરત કોર્પોરેશન 6, વડોદરા કોર્પોરેશન 4, કચ્છ, સુરતમાં 2-2 કેસ અને જામનગર, ખેડા, નવસારી તથા વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 28 કેસ નોંધાયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat