Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા

0
2

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 27 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 34 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,16,954 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો છે.

ગુજરાતમાં હાલ 308 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 304 દર્દીઓ સ્ટેબલ છે. 8,16,954 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું.

રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 2, નવસારી 2, ગાંધીનગર અને રાજકોટમાં 1-1 નવા કેસ સામે આવ્યા છે. આ પ્રકારે ગુજરાતમાં કુલ 27 કેસ સામે આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat