Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસના 26 પોઝિટિવ દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના 26 પોઝિટિવ દર્દીઓ નોંધાયા

0
39

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 26 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 22 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ વધીને 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,16,630 ગુજરાતી નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

ગુજરાતમાં 230 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. 224 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 8,16,630 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને કારણે જીવ ગુમાવી ચુક્યા છે.

ગુજરાતમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 11, વડોદરા કોર્પોરેશન 6, વલસાડ 4, સુરત કોર્પોરેશન 2 અને આણંદ, જૂનાગઢ અને નવસારીમાં 1-1 કેસ નોંધાઇ ચુક્યા છે.

રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1ને રસીનો પ્રથમ જ્યારે 928 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 3730 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 39408 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11728 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 103603 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 159398 નાગરિકોને રસી અપાઇ ચુકી છે. જ્યારે કુલ 74340215 નાગરિકોને રસી અપાઇ ચુકી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat