ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને 35 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે.
રાજ્યમાં કુલ 220 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 214 નાગરિકો સ્ટેબલ છે. 8,16,577 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું.
ગુજરાતમાં જિલ્લાવાર કેસની વિગત જોઈએ તો, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન અને વલસાડ 3-3 કેસ, અમદાવાદ કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ, જુનાગઢ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 21 કેસ નોંધાયા હતા.
તો બીજી તરફ રસીકરણના મોરચે પણ હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5ને પ્રથમ ડોઝ, 1724 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8679 નાગરિકોને રસીનો પ્રથમ અને 103856 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26551 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 281934 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 422749 નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં થયું હતું. અત્યાર સુધીમાં કુલ 73754301 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.