Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 પોઝિટિવ દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 પોઝિટિવ દર્દીઓ નોંધાયા

0
49

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ગતરોજ કરતા આજે વધારે સામે આવ્યા છે જો કે, ગઈકાલે 24 કલાકમાં 16 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓ પોઝિટિવ નીકળ્યા છે અને 17 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે રાજયમાં અત્યારસુધી 8,16,416 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે. જેથી રિકવરી રેટ 98.75 ટકા પર આવી પહોંચ્યો છે.

હાલ ગુજરાતમાં કુલ 229 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 225 નાગરિકો સ્ટેબલ છે. 8,16,416 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10090 નાગરિકોનાં મોત થયા છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

આજના કોરોના આંકડાઓની વાત કરીએ તો સૌથી વધુ વડોદરા કોર્પોરેશનમાં નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં આજે 6 કેસ નોંધાયા છે, ત્યારબાદ અનુક્રમે અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, જૂનાગઢ, સુરત કોર્પોરેશનમાં 2-2 અને ભાવનગર, નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 466 નાગરિકોને રસીનો પ્રથમ, 3814 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2135 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 11753 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 18,195 રસીના ડોઝ અપાયા હતા. 7,15,85,181 કુલ નાગરિકોનું રસીકરણ થયું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat