ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 17 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 12 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,587 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ સુધીને 98.76 ટકાએ પહોંચ્યો છે.
રાજયમાં કુલ 145 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 141 સ્ટેબલ છે. 8,15,587 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે અત્યાર સુધીમાં કુલ 10082 નાગરિકોના કોરોનાને કારણે મોત પણ થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નથી થયું તે ગુજરાત માટે ખુબ જ રાહતના સમાચાર કહી શકાય.
રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 43 ને રસીનો પ્રથમ જ્યારે 3818 નાગરિકોને રસીનો બીજો ડોઝ આજના દિવસમાં અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 69910 નાગરિકોને રસીનો પ્રથમ અને 74839 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 1,81,572 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,94,067 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધી 5,24,249 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 5,88,74,471 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.