Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાએ ફરી એકવાર ગુજરાતને થથરાવ્યું, છેલ્લા 24 કલાકમાં 1495 કેસ નોંધાયા

કોરોનાએ ફરી એકવાર ગુજરાતને થથરાવ્યું, છેલ્લા 24 કલાકમાં 1495 કેસ નોંધાયા

0
60

અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી 1400થી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1495 કેસ સામે આવ્યા છે. આ સાથે 13 દર્દીઓના મોત થયા છે અને 1167 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં કોરોનાનો કુલ આંકડો 1,97,412એ પહોંચી છે અને મૃત્યુઆંક 3859 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 318, સુરત કોર્પોરેશન 213, વડોદરા કોર્પોરેશન 127, રાજકોટ કોર્પોરેશન 91, મહેસાણા 60, ગાંધીનગર કોર્પોરેશન 57, રાજકોટ 54, સુરત 53, વડોદરા 39, ગાંધીનગર 37, કચ્છ 31, પાટણ 30, બનાસકાંઠા 28, જામનગર કોર્પોરેશન 25, પંચમહાલ 24, અમદાવાદ 23, ખેડા 23, સાબરકાંઠા 21, ભાવનગર કોર્પોરેશન 20, મહીસાગર 20, અમરેલી 17, સુરેન્દ્રનગર 16, આણંદ 15, અરવલ્લી 15, દાહોદ 15, જામનગર 15, જુનાગઢ 15, મોરબી 15, ગીર સોમનાથ 14, ભરૂચ 13, જુનાગઢ 12, તાપી 12, નર્મદા 8, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 4, ભાવનગર 3, બોટાદ 3, છોટા ઉદેપુર 3, પોરબંદર 2 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 13 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 8, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ભાવનગર 1, ગાંધીનગર 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3859એ પહોંચ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9