Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાએ ગુજરાતને વધુ ભીંસમાં લીધું, કરફ્યૂ લાદવા છતા કેસોમાં વધારો

કોરોનાએ ગુજરાતને વધુ ભીંસમાં લીધું, કરફ્યૂ લાદવા છતા કેસોમાં વધારો

0
71

રાજયમાં છેલ્લા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ છેલ્લા 24 કલાકમાં 1515 કોરોનાના કેસ સામે આવ્યા છે. જયારે 9 લોકોના મોત થતા મૃત્યું આક 3846 પહોંચ્યો છે. 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે, રાજ્યમાં રિકવરી રેટ 91.26 ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોનાનો કુલ આંકડો 1,95,917એ આવી પહોંચ્યો છે.

રાજયમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં એકદમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો આંકડો 1 હજારથી વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે વધી રહેલા કેસને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા અમદાવાદમાં 57 કલાકનો કફર્યું પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે અન્ય ત્રણ રાજયોમાં રાત્રિ કફર્યું લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ફફર્યુંના પ્રથમ દિવસે પોલીસે જાહેરનામાં ભંગના 117 કેસ દાખલ કર્યા

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89, બનાસકાંઠા 55, ગાંધીનગર કોર્પોરેશન 53, મહેસાણા 53, પાટણ 51, સુરત 51, રાજકોટ 48, વડોદરા 39, ગાંધીનગર 36, કચ્છ 30, અમરેલી 24, પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 21, જામનગર 20, ખેડા 20, અમદાવાદ 19, મહીસાગર 19, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 15, ભાવનગર કોર્પોરેશન 14, દાહોદ 14, મોરબી 14, અરવલ્લી 12, જુનાગઢ કોર્પોરેશન 12, નર્મદા 12, ગીર સોમનાથ 10, આણંદ 8, જુનાગઢ 8, ભરૂચ 6, છોટા ઉદેપુર 6, તાપી 6, ભાવનગર 5, બોટાદ 4, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 9 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે.

આ પણ વાંચો: કોરોના કેસમાં વધારો થતા સેન્ટ્રલ ટીમ ગુજરાતના હોસ્પિટલોની મુલાકાતે

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,78,786 નાગરીકો સાજા થઈ ગયા છે. 3837ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,285 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 95 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,190 સ્ટેબલ છે.