Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમા કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 481 દર્દીઓ નોંધાયા

ગુજરાતમા કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 481 દર્દીઓ નોંધાયા

0
10

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 481 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 1526 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, આજે 9 લોકોના કોરોનાના કારણે મોત પણ થયા છે. રાજયમાં રિકવરી રેટ 97.36 ટકા પર આવી પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના કેસો પર કાબૂ આવતા સરકાર દ્વારા વેપાર અને ધંધો ધીમે ધીમે ખોલી રહી છે. કોરોનાના કેસ એક સમયે 14 હજારને પાર પહોંચ્યા હતા જે હવે 400ની અંદર આવી ચુક્યા છે. ગુજરાત હવે કોરોના મુક્ત બનવા તરફ અગ્રેસર છે. વેપાર ધંધા ઉદ્યોગો પણ હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે અને સરકાર દ્વારા નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 481 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતનો રિકવરી રેટ પણ 97.36 ટકા જેટલો ઉંચો પહોંચ્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં રસીકરણ પણ ખુબ જ ઝડપી ચાલી રહ્યું છે. આજે સાંજે 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 1526 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 7,97,734 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

જો એક્ટિવ દર્દીની વાત કરીએ તો 11657 કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી 296 વેન્ટિલેટર પર છે. 11361 સ્ટેબલ છે. 7,97,734 ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે, અત્યાર સુધીમાં 9985 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat