Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતીઓએ કોરોનાને હંફાવ્યો, છેલ્લા 24 કલાકમાં 12,820 કેસ નોંધાયા

ગુજરાતીઓએ કોરોનાને હંફાવ્યો, છેલ્લા 24 કલાકમાં 12,820 કેસ નોંધાયા

0
48

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 12,820 દર્દીઓ સામે આવ્યા છે અને 140 દર્દીઓના મોત થયા છે. જો કે, 11,999 દર્દીો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

રાજયમાં અત્યાર સુધીમાં કુલ 7648 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. જો કે 452275 લોકો કોરોનાને હરાવી પોતાના ઘરે પરત ફર્યા છે અને કુલ 147499 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે, 747 દર્દીઓ હજી વેન્ટિલેટર પર છે.

રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં નવા 4671 કેસ સાથે 26 દર્દીનાં મોત, સુરતમાં નવા 1656 કેસ સાથે 13 દર્દીનાં મોત, વડોદરામાં નવા 936 કેસ સાથે 14 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 524 કેસ સાથે 16 દર્દીનાં મોત, જામનગરમાં નવા 712 કેસ સાથે 14 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 317 કેસ સાથે 2 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 280 કેસ સાથે 9 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 571 કેસ સાથે 12 દર્દીનાં મોત, મહેસાણામાં 493, કચ્છમાં 187, મહિસાગરમાં 169 કેસ, નવસારીમાં 160, દાહોદ – ખેડામાં 159 – 159 કેસ, સાબરકાંઠામાં 141, પાટણમાં 131, આણંદમાં 127 કેસ, વલસાડમાં 125, ગીર સોમનાથમાં 120, મોરબીમાં 110 કેસ, અરવલ્લીમાં 109, પંચમહાલમાં 108, નર્મદામાં 103 કેસ, ભરૂચમાં 101, અમરેલીમાં 99 કેસ, છોટાઉદેપુરમાં 99 કેસ, સુરેન્દ્રનગરમાં 71, દ્વારકામાં 50, તાપીમાં 49 કેસ, પોરબંદરમાં 44, ડાંગમાં 26, બોટાદમાં 14 કેસ નોંધાયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat