Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો પરતું મૃત્યુઆંક વધ્યો, 24 કલાકમાં 174 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો પરતું મૃત્યુઆંક વધ્યો, 24 કલાકમાં 174 લોકોના મોત

0
46

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8595 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, 24 કલાકમાં 174 લોકોના મોત થયા છે. જ્યારે 1,35,256 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 5,38,845 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ 3,98,824 દર્દીઓ સાજા થયા છે. અને હાલ રાજ્યનો રિકવરી રેટ ઘટીને 74.01 પર આવી ગયો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 દર્દીઓની હાલત ગંભીર છે. અને 1,32,770 દર્દીઓની હાલત સ્થિર છે. અને અત્યાર સુધી કુલ 6830 લોકોનાં મોત નિપજ્યા છે.

અમદાવાદમાં નવા 5740 કેસ, 26નાં મોત, સુરતમાં નવા 2116 કેસ, 19નાં મોત, વડોદરામાં નવા 858 કેસ, 16નાં મોત, જામનગરમાં 721 કેસ, 25નાં મોત, રાજકોટમાં નવા 434 કેસ, 15નાં મોત, ભાવનગરમાં 385 અને ગાંધીનગરમાં 324 કેસ, જૂનાગઢમાં 237 અને મહેસાણામાં 491 કેસ, સુરેન્દ્રનગરમાં 251 અને બનાસકાંઠામાં 233 કેસ, કચ્છમાં 183, દાહોદમાં 181, પાટણમાં 180 કેસ, મહિસાગરમાં 155, નવસારીમાં 140, ખેડ઼ામાં 139 કેસ, તાપીમાં 138, અમરેલીમાં 137, ગીર સોમનાથમાં 128 કેસ, ભરૂચ – પંચમહાલમાં 123 – 123, વલસાડમાં 119 કેસ, આણંદમાં 109, અરવલ્લીમાં 94, સાબરકાંઠામાં 84 કેસ, મોરબીમાં 74, નર્મદામાં 61, છોટાઉદેપુરમાં 58 કેસ, દ્વારકામાં 41, પોરબંદરમાં 34, ડાંગમાં 19, બોટાદમાં 10 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસની ચેઈન તોડવા ગુજરાતમાં આંશિક લોકડાઉન

જરાતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજથી આંશિક લૉકડાઉનની જાહેરાત કરી છે. જે અંતર્ગત રાજ્યના 8 મહાનગર અને 29 શહેરોમાં આજે રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ આજે એટલે કે બુધવારથી આગામી 5મીં મે સુધી મેડિકલ, ડેરી, કરિયાણું, શાકભાજી અને ફળો સિવાય તમામ દુકાનો, મૉલ, મલ્ટીપ્લેક્સ, મંદિરો અને જીમ વગેરે બંધ રાખવામાં આવશે.

રાજ્ય સરકારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સૂચન, તબીબો અને વિવિધ સંગઠનોની સલાહને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 28 એપ્રિલથી 5મીં મે સુધી રાજ્યમાં આંશિક લોકડાઉની જાહેરાત કરતા જરૂરી સેવા સિવાય તમામ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat