Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના સંકજામાં ગુજરાત: 24 કલાકમાં અધધ 8152 કેસ નોંઘાયા, 81 દર્દીઓના મોત

કોરોનાના સંકજામાં ગુજરાત: 24 કલાકમાં અધધ 8152 કેસ નોંઘાયા, 81 દર્દીઓના મોત

0
69

રાજયમાં કોરોના વાયરસની રફતારમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 8152 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને 81 લોકોના મોત થયા છે. જયારે 2023 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજયમાં રિકવરી રેટ ઓછો થતો જોવા મળી રહ્યો છે. આજને રિકવરી રેટ 86.86 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના વાયરસની સ્થિતિ ચિંતાજનક સપાટીએ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં સતત વધારો જ જોવા મળતો દેખાઈ રહ્યો છે આ સાથે મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે. જે હાલ ચિંતાજનક વાત છે. જો કે, અમદાવાદમાં સૌથી વધારે 2672 કેસ સામે આવ્યા છે ત્યાર બાદ સુરતમાં 1864 કેસ નોંધાયા છે. જો કે, અત્યાર સુધીમાં 5076 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે અને તેની સામે 3,26,394 લોકો સાજા થયા છે.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 44,298 પર પહોંચ્યો છે. જેમાં 267 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 44,031 દર્દીઓની હાલત સ્થિર છે. આજે અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠા 2, ગાંધીનગર શહેરમાં 2, રાજકોટ જિલ્લામાં 2, સાબરકાંઠામાં 2, અમદાવાદ જિલ્લામાં 1, ભરૂચમાં 1, આણંદમાં 1, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 1, જૂનાગઢ 1, સુરત 1, વડોદરામાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર નાખીએ તો, અમદાવાદમાં 2672 કેસ, સુરતમાં 1864 કેસ, રાજકોટમાં 762 કેસ, વડોદરામાં 486 કેસ, જામનગરમાં 309 કેસ, ભાવનગરમાં 170 કેસ, ગાંધીનગરમાં 129 કેસ, જૂનાગઢમાં 107 કેસ, મહેસાણામાં 249 કેસ, ભરૂચમાં 161 કેસ, નવસારીમાં 104 કેસ, બનાસકાંઠામાં 103 કેસ, પંચમહાલમાં 87 કેસ, પાટણમાં 82 કેસ, કચ્છમાં 81 કેસ, દાહોદમાં 79 કસે, અમરેલીમાં 74 કેસ, સુરેન્દ્રનગરમાં 72 કેસ, તાપીમાં 61 કસે, મહિસાગરમાં 57 કેસ, સાબરકાંઠામાં 52 કેસ, ખેડામાં 49 કેસ, આણંદમાં 48 કેસ, મોરબી 48 કેસ, વલસાડમાં 48 કેસ, દ્વારકામાં 46 કેસ, નર્મદામાં 42 કેસ, અરવલ્લીમાં 30 કેસ, ગીર સોમનાથમાં 24 કેસ, બોટાદમાં 17 કેસ, છોટાઉદેપુરમાં 16 કેસ, ડાંગમાં 12 કેસ, પોરબંદરમાં 11 કેસ નોંધાયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat