Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં 2875 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં 2875 કેસ નોંધાયા

0
114

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 2875 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 2024 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,98,737 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.81 ટકાએ પહોંચ્યો હતો.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 676, સુરતમાં 724, વડોદરામાં 367, રાજકોટમાં 276, જામનગરમાં 97, ભાવનગરમાં 77, ગાંધીનગરમાં 65, પાટણમાં 61, મહેસાણામાં 56, દાહોદમાં 38, પંચમહાલમાં 37, બનાસકાંઠા, ભરુચમાં 30-30, ખેડામાં 29, મોરબીમાં 27, કચ્છમાં 26, આણંદમાં 25, મહીસાગરમાં 24 સહિત કુલ 2875 કેસ નોંધાયા છે.

રાજયમાં અત્યાર સુધીમાં કુલ 64, 89, 441 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે અને 7,83,043 લોકોને રસીનો બીજો ડોઝ અપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 15135 પર પહોંચી છે. જેમાંથી 163 વ્યક્તિઓની હાલત ગંભીર છે. અને 14972 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધારે 8 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 1 અને અમરેલીમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 15,135 એક્ટિવ દર્દી છે, જે પૈકી 163 લોકો વેન્ટિલેટર પર છે અને 14,972 લોકો સ્ટેબલ છે. 2,98,737 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4566 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 14 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી, વડોદરા કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિ સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat