Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં કોરોનાના ચિંતાજનક સ્થિતિ, સતત ત્રીજા દિવસે 2 હજારથી વધુ કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી

રાજયમાં કોરોનાના ચિંતાજનક સ્થિતિ, સતત ત્રીજા દિવસે 2 હજારથી વધુ કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી

0
65

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ સરકારની ચિંતા પણ વધી ગઈ છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 2252 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 1731 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, 8 લોકોના મોત થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં 4500 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં રિકવરી રેટ 94.54 ટકાએ પહોંચ્યો છે.

જો કે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસો એ ચિંતાજનક સપાટીએ જઈ રહ્યા છે જેના કારણે હવે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 27 માર્ચના રોજ રાજ્યમાં 2276 કેસ, 28 માર્ચે 2270 કેસ અને આજે 29 માર્ચે 2252 નવા કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં એકટીવ કેસોનો આંકડો 12,041 એ પહોંચી ગયો છે, તેમાં 149 દર્દીઓ વેન્ટીલેટર ઉપર અને 11,892 સ્ટેબલ છે. ઉપરાંત રાજ્યમાં વધુ 1731 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થતાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,86,577 થઇ ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ

જિલ્લા પોઝિટવ કેસની સંખ્યા
અમદાવાદ 612
સુરત 677
વડોદરા 236
રાજકોટ 242
ભાવનગર 45
જામનગર 33
ગાંધીનગર 44
જૂનાગઢ 15
મહેસાણા 31
ખેડા 27
નર્મદા 26
મોરબી 25
પંચમહાલ 25
ભરુચ 21
દાહોદ 21
અમરેલી 19
કચ્છ 18
આણંદ 16
સાબરકાંઠા 15

કુલ કેસ

2252

કુલ મોત

8

રિકવર દર્દીઓ

1731

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat