અમદાવાદ: ગુજરાતમાં શુક્રવારે કોરોનાના નવા 266 કેસ સામે આવ્યા છે, જ્યારે એક દર્દીનું મરણ નોંધાયુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 277 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,66,563 પર પહોંચી ગઈ છે. Gujarat Corona Update
ગુજરાતમાં નવા સામે આવેલા દર્દીઓમાં સૌથી વધુ વડોદરા જિલ્લામાં 51 નવા કેસ નોંધાયા છે. આ સિવાય અમદાવાદમાં 47, સુરતમાં 46 અને રાજકોટમાં 29 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં એક દર્દીઓ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ જીવલેણ કોરોના વાઈરસ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 4404 લોકોને ભરખી ચૂક્યો છે. રાજ્યના અરવલ્લી, ડાંગ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જેવા 8 જિલ્લાઓમાં શુક્રવારે કોરોનાનો એક પણ નવો દર્દી નથી નોંધાયો. Gujarat Corona Update
હાલ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1624 થઈ ગઈ છે. જેમાંથી 30 વેન્ટીલેટર પર છે, જ્યારે અન્યની હાલત સ્થિર જણાવવામાં આવી છે. શુક્રવારે 277 દર્દીઓને ડિસ્ચાર્જ કરવા સાથે જ કોરોનાને માત આપનારા લોકોની કુલ સંખ્યા વધીને 2,60,475 પર પહોંચી ગઈ છે. જ્યારે રિકવરી રેટ 97.71 ટકા પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, હેલ્પલાઈન શરૂ કરાઈ Gujarat Corona Update
વૅક્સિનેશન પ્રત્યે ઉદાસિનતા, એક દિવસમાં 1235 લોકોએ લીધી રસી Gujarat Corona Update
ગુજરાતમાં કોરોનાની વૅક્સિન લેનારા લોકોની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોથી સતત ઓછી થઈ રહી છે. શુક્રવારે 1235 લોકોએ જ રસી મૂકાવી હતી. ગત 16 જાન્યુઆરીથી શરૂ થયેલા વૅક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધી કુલ 8,09,893 કોરોના વૉરિયર્સને વૅક્સિન આપવામાં આવી ચૂકી છે. છેલ્લા 5 દિવસમાં કોરોના રસી લેનારાસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
શુક્રવારે રાજ્યના 315 રસીકરણ કેન્દ્રો પર કુલ 1235 લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી તી. વૅક્સિનેશનની શરૂઆત વખતે રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી હતી, પરંતુ હવે લોકો રસી પ્રત્યે ઉદાસિન જોવા મળી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, રસી લેનારા લોકોમાં કોઈ ગંભીર આડઅસર જોવા નથી મળી. Gujarat Corona Update