Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં છેલ્લા 24 કલાકમાં 423 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા, એકનું મોત

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 423 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા, એકનું મોત

0
71

રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 423 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે એક દર્દીઓના અવસાન થયા છે. છેલ્લા 24માં 702 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશન 81, સુરત કોર્પોરેશન 75, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા 22, સુરત 17, રાજકોટ 13, કચ્છ 11, ભાવનગર કોર્પોરેશન 7, જુનાગઢ 7, ગાંધીનગર 6, ખેડા 6, મહેસાણા 6, ગાંધીનગર કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 5, અમદાવાદ 4, આણંદ 4, ગીર સોમનાથ 4, મોરબી 4, અરવલ્લી 3, બનાસકાંઠા 3, દાહોદ 3, પંચમહાલ 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, ભરૂચ 2, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 2, જુનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, નર્મદા 2, અમરેલી 1, જામનગર 1, નવસારી 1, પોરબાંદર 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,49,352 નાગરીકો સાજા થઈ ગયા છે. 4375ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 4960 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 50 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 4910 સ્ટેબલ છે. ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.39 ટકાએ પહોંચ્યો છે. જો કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 78,319 વ્યક્તિઓનું રસીકરણ થયુ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9