ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 490 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે અને 707 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. રાજયમાં કુલ કોરોનાનો આંકડો 2,57,342 પર આવી પહોંચ્યો છે અને 2,47,223 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 102, સુરત કોર્પોરેશન 81, વડોદરા કોર્પોરેશન 71, રાજકોટ કોર્પોરેશન 53, વડોદરા 23, સુરત 17, કચ્છ 14, રાજકોટ 12, ભાવનગર કોર્પોરેશન 10, મહેસાણા 10, ગાંધીનગર 8, દાહોદ 7, ગીર સોમનાથ 7, જૂનાગઢ કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 6, સાબરકાંઠા 6, ભરૂચ 5, ખેડા 5, આણંદ 4, જામનગર 4, જામનગર કોર્પોરેશન 4, જૂનાગઢ 4, અમદાવાદ 3, દેવભૂમિ દ્વારકા 3, મોરબી 3, પંચમહાલ 3, પાટણ 3, અમરેલી 2, બનાસકાંઠા 2, ભાવનગર 2, મહીસાગર 2, નર્મદા 2, અરવલ્લી 1, બોટાદ 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો: ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપે પ્રદેશ નિરીક્ષકોની નિમણૂંકો કરી
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,999 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,893 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 106 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5,748 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 51 છે. જ્યારે 5,697 લોકો સ્ટેબલ છે. 2,47,223 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,371 લોકોનાં મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 દર્દીઓનાં મોત નિપજ્યાં છે.