Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 570 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 570 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

0
44

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 570 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 737 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, આગામી સમયમાં એટલે કે 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ શરૂ થવાનું છે.

હાલ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,54,314 પર પહોંચ્યો છે. અને કુલ 2,42,901 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 4,357 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7056 છે. જેમાં 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 7002 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન, ગાંધીનગર અને વડોદરામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે.

રાજયમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં 112, સુરતમાં 98 નવા કેસ, વડોદરામાં 104, રાજકોટમાં 85 નવા કેસ, ભાવનગરમાં 8, ગાંધીનગરમાં 15 નવા કેસ, જૂનાગઢમાં 13, જામનગરમાં 8 નવા કેસ, ભરૂચમાં 18, મહેસાણામાં 14 નવા કેસ, દાહોદમાં 12, કચ્છ 11, આણંદમાં 10 કેસ, ગીર સોમનાથ 9, મોરબીમાં 8 નવા કેસ, સાબરકાંઠામાં 7, પંચમહાલ 6, ખેડામાં 5 કેસ, નર્મદા, સુરેન્દ્રનગર, વલસાડમાં 4 – 4 કેસ, અમરેલી અને પાટણમાં 3 – 3 નવા કેસ, અરવલ્લી, બનાસકાંઠા, દ્વારકામાં 2 – 2 કેસ, બોટાદ, છોટાઉદેપુર, તાપીમાં 1 – 1 કેસ નોંધાયા હતા. જ્યારે ડાંગ, મહિસાગર, નવસારી, પોરબંદરમાં એકપણ કેસ નોંધાયો ન હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9