Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 દર્દીઓ સામે આવ્યા, અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 દર્દીઓ સામે આવ્યા, અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા

0
8

ગુજરાતમાં કોરોના વાયરસના આજે સૌથી વધારે કેસ સામે આવ્યા છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 204 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 65 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, કોરોનાના કારણે આજે એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં હાલ 1086 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે અને 1072 લોકોની હાલત સ્થિર છે. 8,18,363 ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10114 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે જામનગર કોર્પોરેશનમાં એખ દર્દીનું મોત થયું છે.

ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશન 33, સુરત કોર્પોરેશન 22, વડોદરા કોર્પોરેશન 16, ગાંધીનગર કોર્પોરેશન, ખેડામાં 4-4, મહીસાગર-રાજકોટમાં 3-3, અમદાવાદ, આણંદ, ભરૂચ અને કચ્છમાં 2-2, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા, નવસારી, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat