Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસે ત્રણ લોકોનો જીવ લીધો, નવા 98 દર્દીઓ પોઝિટિવ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસે ત્રણ લોકોનો જીવ લીધો, નવા 98 દર્દીઓ પોઝિટિવ નોંધાયા

0
3

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 98 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 69 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. તો બીજી બાજુ 3 વ્યક્તિઓ કોરોના સામે જંગ હારી ગયા છે.

રાજ્યમાં હાલ 694 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટિલેટર પર છે 686 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદરમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 10111 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે.

કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત કોર્પોરેશનમાં 18, રાજકોટ કોર્પોરેશન 07, વડોદરા કોર્પોરેશન 10, કચ્છમાં 6, વલસાડ 5, ખેડા-રાજકોટમાં 3-3, ગાંધીનગર કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશનમાં 2-2, નવસારી-સાંબરકાંઠા-વડોદરામાં 2-2-2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, સુરત 1 કેસ નોંધાયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat