ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં એક સાથે 25 કેસ સામે આવતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. 3 શહેર અને 22 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે સુરત શહેર અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે.
અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તો દુબઈથી આવેલી એક મહિલામાં પણ ઓમિક્રોનથી પુષ્ટિ થઈ છે. જ્યારે એક 42 વર્ષીય પુરૂષ ટાન્ઝાનિયાથી આવ્યો હતો. તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી છે.
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા 19 થઈ ગઈ છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ઓમિક્રોનના કુલ સાત કેસ સામે આવ્યા છે. આ સિવાય જામનગર અને સુરત જેવા શહેરમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવી ચુક્યા છે.
રાજ્યમાં સતત ત્રણ દિવસથી કોરોનાથી મોત નોંધાયા છે. આજે સુરત શહેર અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.