ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 70 નવા કેસ સામે આવ્યા છે અને 63 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જોકે,આજે કોરોના વાયરસના કારણે વલસાડમાં એક દર્દીએ દમ તોડ્યો છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,17,937 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ 98.71 ટકાએ પહોંચ્યો છે.
ગુજરાતમાં હાલ 577 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 569 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17,937 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10102 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં 13 કેસ, વડોદરામાં 11 કેસ, જામનગરમાં 6 કેસ, સુરતમાં 6 કેસ, રાજકોટમાં 5 કેસ, જામનગર-રાજકોટ 4-4, ગાંધીનગર કોર્પોરેશન-મહેસાણા 3-3, આણંદ, ગીરસોમનાથ, પોરબંદર, સુરતમાં 2-2, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.