Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં કોરોના ઓવરડોઝ: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1560 કેસ નોંધાયા

રાજયમાં કોરોના ઓવરડોઝ: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1560 કેસ નોંધાયા

0
118

રાજયમાં કોરોનાનો ફરી એકવાર ઘાતક સ્વરુપ જોવા મળી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયના ચાર શહેરમાં રાત્રી ફફર્યુ છતાય કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે, રાજયમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1560 કેસ સામે આવ્યા છે. જેમાં 16 દર્દીઓના મોત થયા છે અને 1302 લોકોએ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં આજે કોરોનાનાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જો જિલ્લાવાર કોરોનાનાં કેસોની વિગતો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 361 કેસ 12નાં મોત, સુરતમાં 289 કેસ 3નાં મોત, વડોદરમાં 180 કેસ એકનું મોત, રાજકોટમાં 138 અને ગાંધીનગરમાં 70 કેસ, જામનગરમાં 45 અન જૂનાગઢમાં 24 કેસ, પાટણમાં 64, બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદમાં 28 કેસ, ખેડામાં 28, મહિસાગરમાં 26, દાહોદમાં 23 કેસ, ભરૂચ-કચ્છમાં 21-21, અમરેલીમાં 20 કેસ, મોરબી-સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17 કેસ કેસ નોંધાયા હતા.

આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,03,509 પર પહોંચ્યો છે. અને સાજા થવાનો કુલ આંક 1,85,058 પર પહોંચ્યો છે. રાજ્યનો સાજા થવાનો દર 90.93 ટકા છે. હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,529 પર પહોંચી છે. જેમાં 92 લોકો વેન્ટિલેટર પર છે અને 14,439 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે રાજ્યમાં કોરોનાનાં મોતનો કુલ આંક 3922 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 12 દર્દી, સુરત શહેરમાં 3, વડોદરા શહેરમાં 1 એમ કુલ 16 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9