Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં કોરોનાનું જોર ઘટ્યું કે ટેસ્ટનું પ્રમાણ ઘટ્યું?

રાજયમાં કોરોનાનું જોર ઘટ્યું કે ટેસ્ટનું પ્રમાણ ઘટ્યું?

0
142

રાજયમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલા સમયથી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં નવા આંકડાઓએ એક નવી આશ જગાડી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1175 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કુલ કોરોનાનો આંકડો વધી 1,55,098 આવી પહોંચ્યો છે. જો કે 3598 લોકોના કારોના વાયરસના કારણે જીવ ગયા છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.04 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 51,65,670 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 165, સુરત 78, વડોદરા કોર્પોરેશન 77, રાજકોટ કોર્પોરેશન 76, જામનગર કોર્પોરેશન 60, વડોદરા 40, મહેસાણા 39, રાજકોટ 29, અમરેલી 28, ગાંધીનગર કોર્પોરેશન 27, ભરૂચ 25, જામનગર 25, પાટણ 23, સુરેન્દ્રનગર 23, જુનાગઢ 21, જુનાગઢ કોપોરેશન 20, કચ્છ 20, ગાંધીનગર 19, પંચમહાલ 19, સાબરકાંઠા 19, ગીર સોમનાથ 18, અમદાવાદ 17, ભાવનગર કોર્પોરેશન 14, મોરબી 14, આણંદ 12, બનાસકાંઠા 11, દેવભૂમિ દ્વારકા 11, દાહોદ 10, નવસારી 10, મહીસાગર 8, તાપી 7, અરવલ્લી 6, ભાવનગર 6, ખેડા 6, પોરબંદર 6, નર્મદા 5, છોટા ઉદેપુર 4, વલસાડ 3, બોટાદ 2 મળી કુલ 1175 કેસો મળ્યા છે.

આ પણ વાંચો: સુરતીઓ સાવધાન! નવરાત્રિ-દિવાળીમાં ભેગા થવાનું વિચારતા હોવ તો ચેતજો…

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, પાટણ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3598એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,36,541 નાગરીકો સાજા થઈ ગયા છે. 3598ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,959 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 79 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,880 સ્ટેબલ છે.